નવરાત્રીમાં માં દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અનેક ભક્તો નવરાત્રીના ઉપવાસ કરે છે અને ઉપવાસમાં તેઓ લસણ અનં ડુંગળીનું સેવન કરતા નથી. અનેક લોકો ચોખાનું સેવન કરતા નથી. ખાદ્ય સામગ્રી બનાવવા માટે સિંધાલુ મીઠું, સૂકા મસાલા અને આદુનો ઉપયોગ કરવામાં આવે છે. તમે ઉપવાસમાં પણ અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીનું સેવન કરી શકો છો. વિભિન્ન નવી વાનગીનો સ્વાદ લેવા માટે તમારે રેસ્ટેરન્ટમાં જવાની જરૂરિયાત નથી તમે ઘરે રહીને આ તમામ વાનગીઓનો સ્વાદ લઈ શકો છો. તમે ઘરે રહીને વિવિધ વાનગીઓ ટ્રાય કરી શકો છો. જે તમને ઉપવાસમાં એક અનોખો સ્વાદ આપશે અને તમને હેલ્ધી પણ રાખશે. અહીંયા અમે તમને કેટલાક ફરાળી નાસ્તા વિશે જણાવી રહ્યા છીએ, જેનું તમે ઉપવાસમાં સેવન કરી શકો છો.
ભારતીયોને સમોસા ખૂબ જ પસંદ છે. દરેક વ્યક્તિને ચા અને નાસ્તા તરીકે સમોસા ખૂબ જ પસંદ આવે છે. નિયમિતરૂપે ચા અને સમોસાનું સેવન કરવું ગમતું હોય તો, ઉપવાસ દરમિયાન પણ તમે શિંગોડાના લોટના સમોસાનું સેવન કરી શકો છો. તમે શિંગોડાના લોટના વડા પણ બનાવી શકો છો.
કુટ્ટૂને એક પ્રકારનું અનાજ પણ કહેવામાં આવે છે. કુટ્ટૂનો ફરાળી વાનગી ઉપયોગ કરવામાં આવે છે. આ એક પ્રકારનું ગ્લૂટેન ફ્રી અનાજ છે. કુટ્ટૂની ખીચડી સાબુદાણાની ખિચડી જેવી જ હોય છે. આ સ્વાદિષ્ટ વાનગી તમને ખૂબ જ પસંદ આવશે. તમે કુટ્ટૂની ચાટ અને ઢોંસા પણ બનાવી શકો છો.
તમે નવરાત્રીના ઉપવાસમાં સાબુદાણાની ખીચડીનું સેવન કરી શકો છો. સાબુદાણાની ખીચડી સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તમે નાસ્તામાં આ ફરાળી વાનગીનું સેવન કરી શકો છો. સાબુદાણાની ખીચડી એ મોટાભાગના લોકોની ફેવરિટ ફરાળી વાનગી છે.
કાચા કેળાની ટિક્કી ખૂબ જ પ્રસિદ્ધ વાનગી છે. આ વાનગી લખનઉ અને આસપાસના વિસ્તારોમાં લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ ટિક્કી ખૂબ જ નરમ અને સ્વાદિષ્ટ હોય છે. કાચા કેળાની ટિક્કી બનાવવામાં ધાણા પાઉડર, જીરા પાઉડર, ગરમ મસાલો, સિંધાલુ મીઠું અને કોથમીરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટિક્કીને તમે ઠંડા દહીં સાથે સર્વ કરી શકો છો.
ઢોંસાનો કોઈપણ પ્રકારના ભોજન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ઢોંસાનું સાંજના નાસ્તા તરીકે સેવન કરી શકાય છે. તમે સંવતના ચોખાથી ઢોંસા બનાવી શકો છો અને તેમાં બટાકાનો માવો ઉમેરી શકો છો.
ઉપવાસ દરમિયાન બહારના ચાટનું સેવન ના કરી શકાય. તો તમે સીંગની ભેળનું સેવન કરી શકો છો. સીંગની ભેળ બનાવવી ખૂબ જ સરળ છે, જેનાથી સમયની બચત પણ થાય છે. જો તમે ઉપવાસ દરમિયાન મગફળીનું સેવન કરો છો, તો તમે સીંગની ભેળ બનાવીને તેનું સેવન કરી શકો છો.