નવરાત્રી ઉમંગોનો તહેવાર છે. નવરાત્રીનો અર્થ થાય છે ભરપૂર ગરબા. આ તહેવારમાં છોકરીઓ અને સ્ત્રીઓ માટે ખાસ મહત્વ ધરાવે છે. નવરાત્રીના નવ દિવસ અલગ અલગ ડ્રેસ કોડ હોય છે, જે સ્ત્રીઓની સુંદરતામાં વધારો કરે છે. આપણે જાણીએ છીએ કે નવરાત્રીના દરેક દિવસનું અલગ મહત્વ છે અને દરેક દિવસ સાથે આપણી લાગણીઓ જાડાયેલી છે. દરેક દિવસ માતા દુર્ગાના કોઈને કોઈ રૂપ સાથે જોડાયેલુ છે અને માતાના દરેક રૂપનું આગવું મહત્વ છે. માતાના આ નવે રૂપને ધ્યાનમાં રાખી 9 દિવસોમાં 9 અલગ અલગ કલરના કપડા પહેરવા જોઈએ. આવો જાણો નવરાત્રીમાં કયા દિવસે કયા રંગના વસ્ત્રો પહેરવા?
નવરાત્રીનો પહેલો દિવસ માતા અંબાના સ્વરૂપ શૈલાપુત્રી એટલે કે પહાડોની પુત્રીની પૂજા કરવામાં આવે છે. દુર્ગાનું આ રૂપ ભગવાન શિવની અર્ધાગિંની મનાય છે. આ લાલ રંગ શક્તિ અને ઊર્જાને દર્શાવે છે. નવરાત્રીમાં પહેલા દિવસે પહેરવા માટે આ ઉત્તમ વિકલ્પ છે.
નવરાત્રીના બીજા દિવસે માતા દુર્ગાના બ્રહ્મચારિણી રૂપની પૂજા કરવામાં આવે છે. જે લોકોને સુખ અને સમૃદ્ધિ આપે છે. આ દિવસે મોરપીંછ કલર પહેરવો અત્યંત શુભ છે. આ રંગ શાંતિ અને ઊર્જાનું પ્રતિક છે.
નવરાત્રીના ત્રીજા દિવસે મા દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગા પોતાના માથે અર્ધ ચંદ્ર ધારણ કરે છે. જે બહાદુરી અને સુંદરતાનું પ્રતિક છે. ચંદ્રઘંટા રાક્ષસોનો સંહાર કરનારી છે. ત્રીજા દિવસે પીળો રંગ પહેરવો શુભ મનાશે. જે અદભૂત કલર છે, જેનાથી તમારુ મન ખૂબ જ સારૂ રહેશે.
ચોથો દિવસ માતા કુષ્માંડાનો મનાય છે. આ દિવસે લીલો રંગ શુભ છે. માતા કુષ્માંડાએ આ સંસારની રચના કરી છે અને તેમનાથી જ ધરતી પર હરિયાળી છવાયેલી છે. આથી આ દિવસે લીરા રંગના વસ્ત્ર પહેરવાથી ધણા લાભ થાય છે.
દુર્ગાનું પાંચમું સ્વરૂપ સ્કન્દમાતા છે. આ દિવસે માતા દુર્ગા પોતાના પુત્ર કાર્તિકેયને પોતાના ખોળામાં લઈને બેઠી છે. આ દિવસે ગ્રે કલર માતાના સ્વરૂપને દર્શાવે છે, જે બાળકો પર આવનારી મુશ્કેલી સામે રક્ષા કરે છે.
માતા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ કાત્યાયની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ પ્રમાણે એક વાર કાતા એ દુર્ગાને પોતાની પુત્રી રૂપે મેળવવા માટે તપસ્યા કરી. માતા દુર્ગા તેમની તપસ્યાથી ખુશ થયા અને તેમની ઈચ્છા પૂરી કરી. તેમણે કાતાની પુત્રી રૂપે અવતાર લીધો અને કેસરી કલર પહેર્યો જે સાહસનું પ્રતિક છે.
નવરાત્રીના સાતમા દિવસે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દુર્ગાનું સૌથી હિંસક રૂપ છે. સાતમાં દિવસે દુર્ગા ગુસ્સો દર્શાવવા સફેદ કપડામાં પ્રગટ થઈ છે. સફેદ કલર સેવા-પૂજા અને શાંતિ દર્શાવે છે અને માતા દુર્ગા પોતાના ભક્તોની દરેક મુશ્કેલી સામે રક્ષા કરે છે.