દમણના પોલીસ વિભાગ પર મુંબઇ સીબીઆઇએ દરોડા પાડતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. મુંબઇ સીબીઆઇએ દમણ પોલીસ વિભાગના કેટલાક પોલીસકર્મીઓ પર સકંજો કસ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યો છે. તો કેટલાક પોલીસ કર્મચારીઓની સઘન પૂછપરછ પણ થઇ હોવાની માહિતી સુત્રો પાસેથી જાણવા મળી રહી છે. વહેલી સવારથી જ મુંબઇ સીબીઆઇએ દમણમાં ધામા નાંખ્યા છે. જોકે સાચી હકીકત તો સીબીઆઇની તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે. ઉલેખનીય છે કે દમણ પોલીસ વિભાગ પર મુંબઈ સીબીઆઈની ટીમના દરોડા પડ્યાં છે. દમણ પોલીસ વિભાગના કેટલાક પોલીસ કર્મીઓ પર સકંજો સીબીઆઈ દ્વારા કસવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. વહેલી સવારથી આવેલી મુંબઈ સીબીઆઈની ટીમની તપાસથી સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.આધારભૂત સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ નાની દમણના કડૈયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પીએસઆઈ પર સીબીઆઈનો સકંજો કસવામાં આવ્યો છે. આવક કરતાં વધુ સંપતિ અથવા તો ભ્રષ્ટાચાર કેસ હોય શકે છે. સુત્રો મુજબ તો રાજકીય અગ્રણીની નજીકમાં સંકળાયેલા જૂના કેસની તપાસ આ બે પીએસઆઈ કરી રહ્યા હોય તે અંગે પણ તપાસ ઉપરથી આવી હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે. જો કે હજુ સુધી સીબીઆઈ કે પોલીસ દ્વારા ઓફિશિયલ કોઈ માહિતી આપવામાં આવી નથી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -