બોડેલી નજીક આવેલ નર્મદા મુખ્ય કેનાલ પાસે વ્રજભૂમિ સોસાયટીની સામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના, ટીવી સહિત રોકડ મળી કુલ ૧,૮૫,૦૦૦ મત્તાની ચોરી કરી રફુચક્કર થતા નગરમાં ભારે ચકચાર મચી જવા પામી છે
મળતી માહિતી મુજબ બોડેલી – ડભોઇ રોડ પર આવેલ આઈ.ડી.બી.આઈ બેંકની બાજુમાં રહેતા ચિન્ટુભાઈ ગીરધાલીલાલ વર્મા પોતાના મકાન નીચે જય અંબે ઓટો ગેરેજ ચાલવી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે તેઓનું નવું મકાન બોડેલી નજીક આવેલ નર્મદા મુખ્ય કેનાલ પાસે બનાવેલ હોય તેઓની માતા ત્યાં રહેતા હતા અને તેઓની માતા ગત જુલાઈ મહિનામાં પડી જતા તેઓની ઈજા થતાં હાથ ફેક્ચર થયો હતો ત્યારે પુત્ર ચિન્ટુ તેઓના જુના ઘરે રહેવા લઈ આવેલ અને ત્યાર બાદ નવું મકાન બંધ રહેતું હતું ત્યારે ગત ૧૫-૮-૨૨ ના રોજ પરિવારજનો તપાસ કરવા જતાં દરવાજો લોક હોઈ અંદર ખોલીને પ્રવેશ કરતા કિચનના ભાગે લોખડની જળીના સળિયા તૂટેલી હાલતમાં હતી અને ત્યાર બાદ રૂમમાં મુકેલ લાકડાનો પેટી પલંગ અને તિજોરી ખુલા હતા અને સામાન વેરવિખેર હતો, તસ્કરોએ ટીવી જેની કી રૂ ૮૦૦૦ તેમજ ચાંદીની ઝાંઝર જેની કી રૂ ૧૦,૦૦૦ તેમજ ચાંદીના કડા જેની કી રૂ ૧0000 તેમજ ચાંદી કંદોરો જેની કી રૂ ૧૨,૦૦૦ તેમજ બે સોનાની અંગૂઠી જેની કિંમત રૂ 30 હજાર તેમજ એક સોનાની ચેન જેની કિંમત રૂ 1 લાખ તેમજ અંજાદિત 15000 રોકડા મળી કુલ 1,85,000 ની મતાની ચોરી તસ્કરો રફુ ચક્કર થયા હતા જ્યારે બનાવને લઈ બોડેલી પી.એસ.આઇ એ.એસ સરવૈયા તેમજ સ્ટાફ ના પોલીસ કર્મીઓ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે ચિન્ટુભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બનાવને લઈ નગરમાં ચકચાર મચી જવા પામી છે