વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરીને વિશ્વમાં મધ્યપ્રદેશનું નામ રોશન કરનાર ભાવના દેહરિયા હવે યુરોપના સૌથી ઊંચા શિખર માઉન્ટ એલ્બ્રસ રુસ પર 15 ઓગસ્ટના રોજ તિરંગો ફરકાવશે. સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડના એમડી વિવેક શ્રોત્રિયાએ પર્વતારોહક ભાવનાને રાષ્ટ્રધ્વજ અર્પણ કર્યો હતો અને તેમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે હર ઘર ત્રિરંગા અભિયાનને વધુમાં વધુ લોકો સુધી લઈ જવા અને લોકોમાં ફિટનેસ જાગૃતિ લાવવાની પણ વાત કરી હતી.
સંસ્કૃતિ, પ્રવાસન અને ધાર્મિક ટ્રસ્ટ અને એન્ડોવમેન્ટ મંત્રી ઉષા ઠાકુર અને મુખ્ય સચિવ પ્રવાસન અને મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડના પ્રબંધનિર્દેશક શિવ શેખર શુક્લાના માર્ગદર્શન હેઠળ, પ્રવાસન બોર્ડ પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે સતત કામ કરી રહ્યું છે. આ અંતર્ગ છિંદવાડાજિલ્લાના તામિયા ગામની પર્વતારોહક ભાવના મધ્ય પ્રદેશ પ્રવાસન બોર્ડની ઓફિસે પહોંચી હતી.
ડેપ્યુટી ડાયરેક્ટર એડવેન્ચર અને ફિલ્મ ઉમાકાંત ચૌધરીએ પણ ભાવનાને શુભેચ્છા પાઠવી હતી. ચૌધરીએ માહિતી આપી હતી કે, રાજ્યમાંસાહસ અને ટ્રેકિંગ તરફ યુવાનોનું આકર્ષણ વધે તેવા પ્રયાસોમાં પ્રવાસન બોર્ડ મદદ કરી રહ્યું છે.
પર્વતારોહક ભાવના 22 મે, 2019ના રોજ માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કરનાર રાજ્યની કેટલીક મહિલાઓમાંની એક છે. વર્ષ 2019 માં,તેમણે દિવાળીના દિવસે આફ્રિકા ખંડમાં માઉન્ટ કિલીમંજારો અને હોળીના દિવસે ઓસ્ટ્રેલિયા ખંડમાં માઉન્ટ કોજીઆસ્કોનું સર્વોચ્ચ શિખરજીતીને વિશ્વમાં ભારતનો તિરંગો લહેરાવ્યો હતો.