આજથી બે કે વર્ષ પહેલા દેશ સહીત સુનિયામાં કોરોનાની મહામારીનો એક ભરડો હતો જેને નાથવા માટે દેશ ભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. આ લોકડાઉનને સુચારુ રીતે ચલાવવા માટે પોલોસે ખુબ મહત્વની કામગીરી બજાવી હતી. ત્યારે એક કિસ્સો એવો પણ બન્યો હતો કે આપણને આ પોલીસ જવાનને સેલ્યુટ કરવાનું મન થઇ જાય. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે દેશભરમા લોકડાઊન કરવામા આવ્યુ હતું. જેમા પોલીસની કામગીરી વધી ગઈ છે લોકો ધરોમા બેસી લોકડાઊનનુ પાલન કરે અને કોરોના સામેની લડાઈમા ભાગ લે એના માટે પોલીસ કામે લાગી છે પોલીસની જવાબદારી વધી છે નવસારી જિલ્લાના વિજલપોર પોલીસ સ્ટેશનમા એક એવો પોલીસ જવાન છે કે પોતાના ઘરમાં દીકરો જન્મ્યો છે જેને વીડીયો કોલીંગ દ્વારા નિહાળી સંતોષ માની રહ્યો છે પરિવારની સાથે નોકરીને પણ ન્યાય આપ્યો હતો .
આ બનાવ નવસારીના વિજલપોર શહેરમા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો સંજય સોલંકી મુળ મહેસાણા જિલ્લાનો છે. પરિવારથી દુર રહી પોલીસ કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવી રહ્યો છે. કોરોના વાયરસના પગલે લોકડાઊન કરવામા આવ્યુ હતું અને પોલીસને નોકરી પર તૈનાત કરવામા આવ્યા હતા. આજ સમયે પરિવારમા ખુશીની પળો ગણાતા દિકરાનો જન્મ થયો હતો. પરંતુ આ પોલીસ જવાન પરિવારથી દુર રહીને પોતાના પુ્ત્રને મુખ માત્ર મોબાઈલ પર જોવા મજબુર બન્યાો છે પોલીસ જવાનો રાતદિવસ નોકરીઓ કરી રહ્યા છે તેમની સાથે સંજયભાઈ પણ નોકરીને ન્યાય આપ્યો હતો.
આતો ફકત એકજ ઘટના છે. આ કપરા સમય દરમિયાન આવી અનેક ઘટનાઓ બની છે. તો ઘણા પોલીસ જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
લોકો શાંતિથી રહી શકે અને કાયદાનું ચૌકકસ પણે પાલન થાય તે માટે પોલીસ જવાનોની કામગીરી જોઈ ખરેખર કહેવાનું મન થાય કે સલામ છે આ જવાનોને…..