આજે મોહનદાસ કરમચંદ ગાંધીની 150 મી વર્ષગાંઠ છે. તેઓ ‘મહાત્મા’ બન્યા, તેઓ ‘બાપુ’ તરીકે હુલામણા નામે પણ ઓળખાયા અને અંતમાં તેમને ‘રાષ્ટ્રપિતા’નું પણ સન્માન આપવામાં આવ્યું. ત્યારે બનાસકાંઠામાં મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જ્યતિની ઠેર ઠેર ઉજવણી થઇ રહી છે. થરા નગરપાલીકામા ગાંધી જયતિનીની ઉજવણી જોવા મળી રહી છે. તો બીજી બાજુ ઠેર ઠેર ગંદગીનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પાણીના પાઉચ સહીત પ્લાસટીકનુ પણ ધુમ વેચાણ થઇ રહ્યું છે. શિહોરીમા પણ ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળતા હોય છે. રાજકીય નેતા અને તંત્ર ઉજવણીમા વ્યસ્ત જોવા મળી રહ્યું છે. ત્યારે અનેક વિસ્તારમા ઠેર ઠેર ગંદગી અને કચરાના ઢગલા જ દેખાય છે. એમ પણ સ્વચ્છતાને આરોગ્ય અને આરોગ્યપ્રદ જીવનપ્રણાલી સાથે સંકળાયેલી આદતો તરીકે જોવામાં આવે છે. સ્વચ્છતાનો ખ્યાલ એ જૂના તબીબી ખ્યાલ સાથે સંકળાયેલો છે, તેવી જ રીતે વ્યક્તિગત અને વ્યવસાયિક દેખરેખની આદતો પણ મોટા ભાગે જીવનપ્રણાલી સાથે જોડાયેલી છે. તેથી દેશમાં ગંદકીનું પ્રામાણ ઓછું થાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -