થરાદ તાલુકા ભારતીય કિસાનસંઘ દ્વારા ખેડુતોને વરસાદથી થયેલ નુકશાનનું બે દિવસમાં વળતર મેળવવાની માંગણી કરી આંદોલનની ચિમકી ઉચ્ચારતું આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે ખેતીવાડી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે ખેડુતો ઓનલાઇન અથવા તો અરજી કરીને ૪ ઓક્ટોબર સુધીમાં વિમાકંપનીને જાણ કરશે તેમને સહાય મળી શકશે. કિસાન સંઘ દ્વારા અતિવૃષ્ટિથી પાકને નુકસાન થવા બાબતે થરાદના નાયબ કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ચાલુ સાલે અવિરત વરસાદ પડતાં ખેડૂતોના ખરીફ પાકમાં બાજરી, જુવાર,મગફળી,મગ તેમજ બાગાયતી પાકમાં દાડમને નુકસાન થયેલ છે. જેથી થરાદ,વાવ તાલુકાના ખેડુતો પાયમાલ થવા પામેલ છે. તો સરકાર તરફથી તાત્કાલિક ધોરણે બે દિવસમાં સર્વે કરી ખેડુતોને વળતર ચુકવવા માટે ખેડુતો દ્વારા માંગ કરવામાં આવી હતી. અન્યથા આંદોલન નો રાહ લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. સાથે સાથે થરાદ તાલુકાના ખેડુતોનું પાણીપત્રક બાકી હોય તો કરાવવાની સુચના આપવાની પણ વિનંતી કરવામાં આવી હતી થરાદ તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ પટેલ વાઘજીભાઈ હાજાભાઇ, જિલ્લાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઈ પટેલ,મંત્રી આર કે પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -