સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી મોદીના અધ્યક્ષસ્થાને જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી સાબરકાંઠાના કમાન્ડર શશી કુમાર ગુપ્તા, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી સહિતના અધિકારીઓએ જિલ્લાના નિવૃત્ત જવાનો તેમજ તેમના પરિજનો ને કઈ રીતે વિવિધ લાભો તથા સહાયના માધ્યમથી મદદરૂપ થઇ શકાય તે અંગે બેઠકમાં ઉપસ્થિત નિવૃત્ત જવાનો સાથે ચર્ચા વિમર્શ કરી જરૂરી પગલાં લેવા નિર્ણય કરાયો હતો.
આ બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને માસિક આર્થિક સહાય, દીકરો લગ્ન સહાય, સ્કોલરશીપ સહાય, રાજ્ય સરકારની આર્થિક સહાય, યુદ્ધ જાગીર ભથ્થું સહાય, શસ્ત્ર સેના, ધ્વજદિન અંગેનું ભંડોળ, વોર મેમોરિયલની સ્થાપના સહિતના મુદ્દે ચર્ચા કરી ઉપસ્થિત નિવૃત્ત જવાનોની માંગણી મુજબ ઘટતી કાર્યવાહી હાથ ધરવા નિર્ણય કર્યા હતા.આ બેઠકમાં જિલ્લા તિજોરી અધિકારી શ્રી વણઝારા, જિલ્લા રોજગાર અધિકારી શ્રી ઉપાધ્યાય, જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જે ડી નીનામા, તેમજ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના કર્મચારી તેમજ નિવૃત સેનાના જવાનો અને તેમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.