ડભોઇ નગર અને તાલુકા ના ખેડૂતો ને ઉત્પાદન વેચવા માટે ઘણી તકલીફો વેઠવી પડતી હોય છે વેપારીઓ પાસે થી ભાવ મળતો નથી ત્યારે ડભોઇ નગર મા કાર્યરત એ.પી.એમ.સી ઘના વર્ષો થી નિષ્ક્રિય હોય જેમે પુનઃ કાર્યરત કરવા અને એ.પી.એમ.સી ખાતે માર્કેટયાર્ડ શરૂ કરવા ભારતીય કિશાન સંઘ ડભોઇ આંદોલન ની ઘોસના કરી છે ત્યારે આજ રોજ એ.પી.એમ.સી ખાતે આવેદનપત્ર આપી માંગણીઓ રજૂ કરી હતી.
ડભોઇ અને તાલુકામાં મોટા ભાગે ખેડૂતો વસવાટ કરે છે ત્યારે ખેત ઉત્પાદન સરળતા થી માર્કેટયાર્ડ મા વેચાણ કરી શકે તે માટે એ.પી.એમ.સી ની સ્થાપના થઇ હતી નગર એ.પી.એમ.સી ની કામગીરી ઉપર સવાલ ઉભા કરતાં ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો ના આક્ષેપો છે કે એ.પી.એમ.સી માર્કેટયાર્ડ ન હોવાને કારણે છેલ્લા ઘણા વર્ષો થી નિષ્ક્રિય છે ત્યારે આજ રોજ ભારતીય કિસાન સંઘ ના નેજા હેઠળ પ્રમુખ કલ્પેશ પટેલ, ધવલ પટેલ,મેહુલ પટેલ, ભાવેશભાઈ પટેલ, દીક્ષિત પટેલ, પીણાકીન પટેલ, હિતેશ પટેલ, સાગર પટેલ દ્વારા એ.પી.એમ.સી અને મામલતદાર ને આવેદનપત્ર પાઠવી માર્કેટયાર્ડ શરૂ કરવા માંગ કરી હતી