ઇન્ડોનેશિયા સાથે પામતેલના વેપાર રાબેતા મુજબ થતા બજારમાં તેલનો પુરવઠો રાબેતા મુજબ થયો છે.ત્યારે તેલના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો છે. પામતેલનો ડબ્બો રૂ.2355નો હતો.જે મંગળવારે પામતેલમાં રૂપિયા 50નો ઘટાડો જોવા મળતા તેલનો ડબ્બો રૂ.2305નો થયો છે. આ સિવાય સાઈડ તેલના ભાવ પણ ઘટ્યા છે, તો બીજી તરફ સિંગતેલમાં પણ રૂ.15નો ઘટાડો જોવા મળતા સિંગતેલનો ડબ્બો 2800થી ઘટીને 2785નો થયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ સરદાર ગંજમાં મંગળવારે ઊઘડતી બજારે પુરવઠો ઉપલબ્ધ બન્યો હતો. સામે કોઈ લેવાલી હતી નહી.આણંદના તેલના વેપારી મેહુલભાઈ નથવાણીએ જણાવ્યાનુસાર હાલમાં પામતેલની ડિમાન્ડ ફરસાણના વેપારીઓમાં જોવા મળે છે.જયારે કપાસિયા તેલના ભાવમાં પણ નજીવો ઘટાડો થયો હતો અને તેલનો ડબ્બો 2650નો થયો હતો.સરસવ તેલમાં રૂ.20, કોર્ન ઓઇલમાં 50નો ઘટાડો થયો હતો. હાલ બજારમાં પુરવઠો ઉપલબ્ધ છે સામે ડિમાન્ડ નથી. છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલના ભાવ વધી રહ્યા હતા.જેથી સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ ગયું હતું.