રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે ખરીદવામાં આવનારી મગફળી માટેના રજીસ્ટ્રંશનની પ્રક્રિયાઆજથી શરૂ થઇ છે. ૧લી ઓકટોબર થી શરૂ થયેલી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આગામી ૩૧ ઓકટોબર સુધી ચાલશે. જ્યારે મગફળી ખરીદીની પ્રક્રિયા ૧લી નવેમ્બરથી શરૂ થશે, જે ત્યારબાદ ૯૦ દિવસ સુધી ચાલશે. જો કે, રાજકોટ, જૂનાગઢ, જામગનર, સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઓનાં માર્કેટીંગ યાર્ડો અને ગ્રામ પંચાયતોમાં આજે પ્રથમ દિવસે જ ઇન્ટરનેટ કનેટીવિટીનાં અભાવે નોંધણી અટકી પડવા ઉપરાંત પીવાનાં પાણીા જેવી પણ કોઇ જ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો. રાજકોટ જિલ્લામાં ૧૧ માર્કેટીંગ યાર્ડ અને ૫૮૨ ગામડાઓમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામં આવી છે. જેના કારણે ગત રાત્રે જ ખેડૂતો રજીસ્ટ્રેશન માટે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આવી પહોંચ્યા હતા. જો કે, દર વખતની જેમ તંત્રની કામગીરીમાં ઢીલાશ જણાઇ હતી. સમયસર નેટ કનેકટીવીટી ન મળતી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થવામાં વિલંબ થયો હતો. જેના કારણે ખેડૂતો રોષ ભરાયા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -