હિન્દૂ શાસ્ત્રો અનુસાર સતી સાવિત્રી દ્વારા પોતાના પતિના પ્રાણ યમરાજ પાસે થી પાછા લાવ્યા હતા ત્યારથી હિન્દૂ ધર્મની મહિલાઓ જેઠ માસ નો પૂર્ણિમા ના દિવસે વટ સાવિત્રી વ્રત રાખી વડ વૃક્ષ જેમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ નો વાસ હોય છે ત્યારે વડ વૃક્ષ ની પૂજા અર્ચના કરી આ વ્રત રાખતા હોય છે ત્યારે આજવા જેઠ પૂર્ણિમા ને પગલે ડભોઇ પંથક ની મહિલાઓ દ્વારા પણ આ વટસાવિત્રી વ્રત રાખવામાં આવ્યું હતું
વહેલી સવારે સુંદર અને સુશોભિત વસ્ત્ર સંગાર પહેરી શિવ મંદિરો ખાતે આવેલ વડ વૃક્ષની પૂજા અર્ચના કરી હતી આંપ્રસંગે ડભોઇ મા પોલીસ સ્ટેશન, ઉમા સોસાયટી, કુબેરેશ્વર સહિત તાલુકા ના શિવાલયો મા મહિલાઓ પૂજા માટે ઉમટી પડી હતી સંપૂર્ણ દિવસ ઉપવાસ રાખી સતી સાવિત્રી ની કથા વાંચન કરી આ વ્રત ને સંપન્ન કર્યું હતું અને ત્રિદેવ ને પોતાના પતિના દિર્ગ આયુષ્ય અને પરિવાર માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.