હિંમતનગર શહેર નાં ચાંદનગર વિસ્તાર નાં નિવાસી કૉંગ્રેસ નાં અગ્રણી યુસુફભાઇ બચ્ચા અને પુર્વ કોર્પોરેટર રહિશાબાનું પઠાણ નાં સુપુત્ર સેહઝાદ અને રેહનાઇ નાં પરિવાર માં અલ્લાહ તઆલા ની રેહમત અને પરમાત્મા ની કૃપા થી જોડીયા દીકરીઓનો જન્મ થતા પરિવાર માં અત્યંત ખુશી નો માહોલ સર્જાયો હતો
વ્હાલ નો દરિયો એટલે દીકરી આ દીકરીઓ નુ તેમના નેનિહલ થી પિતા નાં ઘરે આગમન થતા બન્ને દીકરીઓ નુ ગુલાબ ની પુષ્પવૃષ્ટિ કરી વાજતે ગાજતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતુંઆ અદભુત પ્રસંગ માં યુસુફ બચ્ચા નાં પરિવારજનો રહિશા બાનું પરવેઝખાન તૌફીકખાન ફિરદોસબાનું મિત્રો તથા સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દીકરીઓ સદફ અને સનાયા ને સુભાસિશ પાઠવી હતી