વિદ્યાનગર ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષની જેમ ચાલુવર્ષે પહેલી જુલાઇ અષાઢી બીજાના દિવસે 18મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.ત્યારે રથયાત્રાનો પ્રારંભ બપોરે 3-00 કલાકે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનથી કરવામાં આવશે. ભકતો શંખધ્વનિ અને જયઘોષ સાથે ભગવાના રથની રસી ખેંચીને રથયાત્રોનો પ્રારંભ કરશે. આગામી 14મી જૂને ભગવાન જગન્નાથને 108 કળશથી શાહી સ્નાન કરાવાશે. ભગનાન જગન્નાથ રથયાત્રાની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાનગર ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથ સ્નાનયાત્રા મહોત્સવ નિમિતે આગામી 14મી જૂને સવારે 9 કલાકે સ્વાગત,સવારે 10-00 કલાકે અભિષેક, બપોરે કલાકે 12-00 ગણવેશ દર્શન, સહિતના સર્વ જ્ઞાતિ વ્યકિતના હસ્તે વર્ષમાં માત્ર એક દિવસ અભિષેક કરવાની સુવર્ણતક આપવામાં આવશે.
બીજી તરફ 1 લી જુલાઇ અષાઢી બીજાના દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાની 18મી રથયાત્રા નીકળશે.આમ અષાઢ સુધી બીજ એટલે રથયાત્રાનો દિવસે પ્રભુ નગરચર્યા માટે પધારે તે પહેલા જેઠ સુદ પુનમને 14મી જૂનના રોજ 108 કળશની ભગવાનને શાહી સ્નાન કરવામાં આવશે.જેઠસુદ પૂર્ણિમા દિવસે પ્રભુને શાહી સ્નાન કરાવતા માન્યતા અને કથા પ્રમાણે પ્રભુ અસ્વચ્છ થઇ જાય છે. જેથી 15 દિવસ માટે પ્રભુને અલગથી વિષે રૂમમાં રહેવું પડે છે. આથી 14 જૂનને મંગળવારથી 15 દિવસ ભગવાનના દર્શન નહીં થઇ શકે અષાઠી રથયાત્રાના દિવસે ભગવાન, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા નીકળશે.