માણસામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં જ માત્ર એક કલાકમાં અઢી ઇંચ વરસાદ પડતા લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો હતો. જ્યારે ગત રવિવારે સાંજે પાંચ કલાકના સુમારે છાલા- કાનપુર સહિતના વિસ્તારમાં જોરદાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જ્યારે વીજળી પડવાથી ત્રણ પશુઓના મોત નિપજ્યા છે.ગત શનિવારે કલોલમાં વરસાદ પડ્યા બાદ રવિવારે ગાંધીનગર તાલુકાના કાનપુર અને છાલા સહિતના ગામોમાં સાંજના પાંચ કલાકના સુમારે વરસાદનું જોરદાર ઝાપટું પડતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. આથી વરસાદના જોરદાર આગમનથી ખરીફ ઋતુ સારી રહેવાની આશા ખેડુતોમાં જોવા મળી રહી છે.
જ્યારે સોમવારે બપોરે બે કલાકના અરસામાં વરસાદે માણસામાં ધમાકેદાર અેન્ટ્રી કરી હતી. માત્ર એક જ કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. જિલ્લા ડિઝાસ્ટ્રર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ માણસામાં 65 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે કલોલમાં એક મીમી વરસાદ પડ્યો છે. જ્યારે ગાંધીનગર અને કલોલમાં વરસાદ પડ્યો નથી.માણસામાં એક કલાકમાં પડેલા જોરદાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાથી અકળાવનારી ગરમીમાંથી માણસાવ ાસીઓને છુટકારો મળ્યો છે. અઢી ઇંચ વરસાદથી માણસાના માર્ગો ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્દશ્યો સર્જાયા હતા. જ્યારે માણસા અને ગ્રામ્ય વિસ્તારોમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.