સોમવારે વહેલી સવારે રાંદેરમાં 21 મીમી જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. તો કેટલાક સ્થળે માત્ર ઝાપટા પડ્યા હતા. જિલ્લામાં ઓલપાડમાં 15મીમી, ચોર્યાસીમાં 14મીમી સિવાય અન્ય તાલુકામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. આગામી 2 દિવસમાં શહેરમાં હળવા વરસાદની આગાહી છે. શહેરમાં રવિવારે 2 ઇંચ વરસાદ સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. સોમવારે દિવસભર વાદળછાયા વાતાવરણ સાથે ઉઘાડ નિકળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે શહેરનું મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું.
રવિવારની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો થયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 83 ટકા અને સાંજે 66 ટકા રહ્યું હતું. દક્ષિણ-પશ્ચિમ દિશાથી ૧૩ કિ.મીની ઝડપે પવનો ફૂંકાયા હતaા. શહેરમાં આગામી બે દિવસ ઝાપટાની શક્યતા છે. નોંધનીય છે કે, તાપી નદીના ઉપરવાસમાં વરસાદ નહિંવત છે. ઉકાઇ ડેમની સપાટી 317 ફૂટ અને વિયર કમ કોઝવેની સપાટી 4.86 મીટર નોંધાઇ છે.