શહેરના અતિ વ્યસ્ત રિંગ રોડ ફલાય બ્રિજનું રિપેરિંગ અને સહારા દરવાજા પર સાકાર થઇ રહેલા મલ્ટિલેયર ઓવરબ્રિજનું કામ પૂર્ણતાની આરે છે. આગામી 19 જૂનને રવિવારે સાંજે 5.00 કલાકે આ બંને ફ્લાયઓવરને કેબિનેટ મંત્રી દર્શના જરદોશ, શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાશે.
બંને ફ્લાયઓવર શરૂ થતાં અંદાજે 15 લાખ લોકોને રાહત મળશે. 25 વર્ષ પહેલા રિંગ રોડ બ્રિજ બન્યા બાદ વાહનોની સંખ્યા તથા કાપડ માર્કેટો વધતાં ટ્રાફિક સમસ્યા વધી હતી જેને લઈ મલ્ટિલેયર બ્રિજનું આયોજન કરાયું હતું. હવે નવો મલ્ટિલેયર ફ્લાયઓવર બનવાને કારણે રિંગ રોડથી કડોદરા તરફ આવવા-જવા માટે ન્યૂ બોમ્બે માર્કેટ વિસ્તાર સહિતના ગીચ ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.