વેલવાડા ગામની શાળાના ઓરડાઓ પણ છેલ્લા ઘણાં સમયથી જર્જરીત હાલતમાં છે . નવા ઓરડાઓ ના બનતા છાત્રો જર્જરિત ઓરડાઓમાં શિક્ષણ મેળવવા મજબુર છે . સાથે જ શિક્ષકો પણ માથે મોત લઈ નીચે શિક્ષણ પુરૂ પાડી રહ્યા છે જિલ્લા શિક્ષણ વિભાગ સુધી વારંવારની રજૂઆતો છતાં પરિણામ શુન્ય જ જોવા મળી રહ્યું છે . દરમિયાન હાલના વરસાદી વાતાવરણમાં શાળાના ધોરણ 8નો વર્ગખંડ ધરાશાયી થઇ ગયો હતો . શાળાના આચાર્યની સતર્કતાથી મોટી હોનારત થતાં અટકી હતી.દાંતા તાલુકાના વેલવાડા ગામની પ્રાથમિક શાળાનો ઓરડો ધરાશયી થતાં નાસભાગ મચી ગઇ હતી જોકે શાળાના આચાર્યની સતર્કતાથી હોનારત થતાં અટકી હતી . બનાસકાંઠા જિલ્લો બે વાર પુરનો સાક્ષી રહ્યો છે પુરના પાણીમાં ગામડાઓની ઘણી શાળાઓના ઓરડાઓ ડેમેજ થયા છે પરંતુ હજુ સુધી નવા ઓરડાઓ બનાવાયા નથી . બાળકો બહાર બેસી ભણવા મજુબુર બન્યા છે .
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -