વડાલીના વડોઠા ગામમાં મનરેગા યોજના કામમાં વડાલી તાલુકાના બીજા ગામો કરતાં વેતન આછુ મળતા વડોઠા ગામની મહિલાઓ તાલુકા પંચાયતમાં ગઇ હતી. પરતું તાલુકા પંચાયતમાં શનિવારની રજા હોવાના કારણે રજૂઆત કર્યા વગર મહિલાઓને પરત ફરવું પડ્યું હતું.વડાલી તાલુકાના દરેક ગામડામાં માટીકામના ઓર્ડર આપવામાં આવ્યા છે પરંતુ વડાલી તાલુકાના બીજા ગામડાઓમાં મનરેગા યોજનામાં દર અઠવાડિયે 1500થી 1200 રૂપિયાનું વેતન મળી રહ્યું છે.
ત્યારે વડોઠા ગામની મહિલાઓને અઠવાડિયાના 600થી 700 રૂપિયા મળી રહ્યા છે ત્યારે કામદારો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા પોતાના પરિવારનું પેટીયું કઈ રીતે રળવું તેને લઈને ચિંતિત બની ગયા હતા.કામદારો શનિવારે મોટી સંખ્યામાં તાલુકા પંચાયત પહોંચ્યા હતા પરંતુ તાલુકા પંચાયત શનિવાર હોવાના કારણે બંધ હતી ત્યારે કામદારો નિરાશ થઈને પરત ફરવાનો વારો આવ્યો હતો. ગામના સરપંચ જશુભાઇ પટેલે જણાવ્યું કે મનરેગા યોજનામાં માપ ઉપર પૈસા ચૂકવવામાં આવતા હોય છે પણ કામદારો મજૂરી નથી કરતા બે તગારા માટી નાખીને બેસી રહેતો વધુ પૈસા કેવી રીતે મળે.