સમગ્ર રાજ્યમાં આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. વાલીઓ સહિત બાળકો સ્ટેશનરી અને પાઠય પુસ્તકોની ખરીદીમાં દોટ લગાવી છે. આ વચ્ચે નડિયાદમાં છેલ્લા ત્રણેક વર્ષથી પછાત વિસ્તારમાં ‘ડોનેટ યોર સન્ડે’ના થીમ પર ચાલી રહેલ સરદાર ગુરુકુળમાં આજથી નવા શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે.ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ આવતીકાલથી સમગ્ર રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. નડિયાદમાં છેલ્લા ત્રણ વર્ષથી ઈન્દીરાનગરી વિસ્તારમાં ‘ડોનેટ યોર સન્ડે’ ના થીમ પર સ્થાનિક બાળકોને પાયાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
ખૂબજ ગરીબીમાથી આવતા આ બાળકોનો શિક્ષણનો પાયો મજબૂત થાય અને પોતાના કેરિયરમાં કંઈક બની શકે અને હાંસલ કરી શકે તેવા ઉમદા આશયથી યુવા એકતા સમિતિ દ્વારા સરદાર ગુરુકુળ નામ આપી બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ‘ડોનેટ યોર સન્ડે’ ના થીમ પર લગભગ 70-80 વોલેન્ટીયર ભેગા થઈ 50થી વધુ બાળકોને શિક્ષણ આપવાની કામગીરી છેલ્લા ત્રણેક વર્ષથી કરી રહ્યા છે. જેના પરિણામે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓમા ભણવામાં રસ રુચિ વધી છે અને તેથી જ તાજેતરમાં યોજાયેલી બોર્ડની પરીક્ષામાં અહીંયાનો એક વિદ્યાર્થી સારા પર્સન્ટેજથી પાસ થયો છે.