કેન્દ્રીય નાણાં વિભાગનાં રાજ્ય કક્ષાના મંત્રી ડૉ.ભાગવત કારડ અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાની આગેવાની માં ભરૂચ લોકસભા વિસ્તાર માં આવતા નર્મદા ના સેલંબા ની જે કે હાઈસ્કૂલ ખાતે રમશે ભરૂચ જીતશે ભરૂચ સંસદ ખેલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, પુર્વ મંત્રી મોતીસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા અને મનજીભાઇ વસાવા, જિલ્લા ભાજપ મહામંત્રી નિલભાઈ રાવ, જિલ્લા પંચાયત સદશ્ય હિતેશભાઈ વસાવા, રાજપીપલા શહેર ભાજપ મહામંત્રી અજીતભાઈ પરીખ, સેલંબા સરપંચ સહિત આગેવાનો હાજર રહયા હતા.
આ કાર્યક્રમમાં નર્મદા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા છપાવવામાં આવેલ ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સિંગલ યુઝ પ્લાટિક નો વપરાશ છોડી ઇકો ફ્રેન્ડલી કાપડ કાગળ ની થેલીનો ઉપયોગ કરવા માટે ની જાણકારી નહેરુ યુવા કેન્દ્રના સ્વયં સેવકોએ આપી હતી. દર્શાવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ખેલ સ્પર્ધાના આહવાન સાથે સ્વચ્છ ભારત મિશન ના અભિયાન ને આગળ ધપાવવામાં નો એક પ્રયાસ કરી નહેરુ યુવ કેન્દ્ર દ્વારા છપાવેલી ઇકો ફ્રેન્ડલી થેલી નું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રાજ્યકક્ષાના નાણા મંત્રી ડો.ભાગવત કારડે નહેરુ યુવા કેન્દ્રની કામગીરી ના વખાણ કરી ટિમ ને અભિનંદન આપ્યા હતા.