અમદાવાદ આરટીઓ આર.એસ. દેસાઈએ જણાવ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં એટલે કે, એપ્રિલ 2021થી એપ્રિલ 2022માં કુલ 39,699 કેસ નોંધાયા હતા.જેમાં 9.21 કરોડ રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો છે. સરેરાશ એક મહિનામાં 3 હજાર વાહન ચાલકો નિયમનો ભંગ કરતા પકડાય છે. જેમાં જૂન 2021માં 6 હજારથી વધુ વાહન ચાલકો પર નિયમ ભંગનો કેસ કરવામાં આવ્યો છે.
અમદાવાદ આરટીઓ એક વર્ષમાં 9.21 કરોડ રૂપિયા દંડ વસુલ કર્યો છે. હજુ ટ્રાફિક પોલીસ દંડની રકમ તો અલગ છે.નિયમનો ભંગ ન કરે એટલે માટે જ દંડ ની વ્યવસ્થા કરવામાં આવી છે કે, લોકો દંડ ભરવાના કારણે પણ નિયમોનું પાલન કરશે. તેમ છતાં નિયમોનું પાલન કરતા નથી. પાલન કરાવવા માટે ટ્રાફીક પોલીસ દ્વારા પણ અમદાવાદ શહેરમાં સ્પેશિયલ ડ્રાઇવ ચાલુ કરવામાં આવી છે.રોંગ સાઈડ અને વાહનમાં હાઈ સિક્યુરીટી નંબર પ્લેટ ન હોય અથવા તો લાયસન્સ ન હોય તો કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોંગ સાઈડનો દંડ ટુ વહીલર હોય તો 1500 અને ફોર વહીલરના 3000 દંડ ભરે છે.પણ સુધરતા નથી