કારનો ડ્રાઇવર એસ.ટી. બસના ડ્રાઇવરને માર મારતો હોય તેવો વીડિયો કોઈ મુસાફરે પોતાના મોબાઇલમાં શૂટ કરી લીધો હતો. આ આખી વાત પોલીસ સુધી પણ પહોંચી છે. એવી પણ શક્યતા છે કે બસમાં કેટલાક એસ.ટી. કર્મીઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમણે આ વીડિયો શૂટ કર્યો હતો. આ બનાવ બાદ એસ.ટી.ના કર્મચારીઓમાં પણ રોષ જોવા મળ્યો છે.આ બનાવ અંગે પૂર્વ સાંસદ ગોપાલસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે, “હું મારા ડ્રાઇવર સાથે કાર લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન એસ.ટી. બસના ડ્રાઇવરે બેદરકારી દાખવી અચાનક બ્રેક મારી હતી. જે બાદમાં કારને જમણી તરફ લીધી હતી. આ દરમિયાન એસ.ટી. બસના ડ્રાઇવરે પણ જાણી જોઈને કાર જમણી બાજુ લીધી હતી. આ કારણે બસ અને કારની ટક્કર થઈ હતી. અકસ્માતમાં કોઈને ઈજા નથી થઈ.
અકસ્મતામાં વોલ્વો કારને બેથી અઢી લાખ રૂપિયાનું નુકસાન થયું છે.”આ કેસમાં જે વીડિયો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પૂર્વ સાંસદનો ડ્રાઇવર કેબિનમાં અંદર ચઢીને ડ્રાઇવરને માર મારી રહ્યો છે. આ ઉપરાંત તે બસના ડ્રાઇવરને કોલરથી પકડીને પણ લઈને જતો નજરે પડે છે. આ કેસમાં પૂર્વ સાંસદે એવો આક્ષેપ કર્યો છે કે બસના ડ્રાઇવર અને કંડક્ટરે તેના ડ્રાઇવરને માર માર્યો છે તો તેઓ ફરિયાદ કરવાનો શા માટે ઇન્કાર કરી રહ્યા છે? આ ઉપરાંત તેમણે પોતાના કારને બેથી અઢી લાખનું નુકસાન થયું હોવાનો દાવો કર્યો છે તો શા માટે પોલીસ ફરિયાદ નથી કરી રહ્યા? બીજી તરફ એવી પણ વિગતો સામે આવી છે કે એસ.ટી. બસનો ડ્રાઇવર કારના ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પોલીસ મથક પહોંચ્યો છે.