ડભોઇ નગરપાલિકા ની સોસાયટી વિસ્તાર મા કોલેજ પાસે ની પીવાનું પાણી પહોંચાડવાની પાઇપ લાઈન મા મોટું ભંગાણ સર્જાયું નગરપાલિકા ની ઘોર બેદરકારી સામે આવી જેમાં કોલેજ પ્રશાસન ને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. સમગ્ર બનાવ મા છેલ્લા ઘણા સમય થી કોલેજ રોડ ઉપર આવેલ પાઇપલાઇન લીકેજ હતી જેનું પાલિકા દ્વારા સમારકામ મા વિલંબ કરતા પાઇપ લાઈન મા ભારે ભંગાણ સર્જાયું હતું
જેને કારણે કોમર્સ કોલેજ ની 80 ફૂટ જેટલી દીવાલ પાણી ના ધસમતા પ્રવાહ મા વહી ગઈ હતે સાથે કોલેજ મેદાન મા પણ પાણીથી તકડાવ ભરાઈ ગયું હતું હજારો લીટર પાણી નો વેડફાટ જોવા મળ્યો હતો પાલિકા પ્રશાસન ને જાણ કરતા વાલ્વ બંધ કરવા ફરજ પડી હતી જોકે સમગ્ર ઘટના મા કોલેજ પ્રશાસન ને લાખો રૂપિયા નું નુકશાન થવા પામ્યું હતું. હાલ પાલીક દ્વારા પાઇપ લાઈન રીપેરીંગ નું કામ શરૂ કરવામાં આવ્યું છે જેને પગલે સોસાયટી વિસ્તાર મા પાણી ની કટોકટી સર્જાય તેવી પરિસ્થિતી નું નિર્માણ થયું છે