બારડોલીની ધી બારડોલી પીપલ્સ કો – ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 12 મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ રાકેશ ભાઈ ગાંધીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને થી સંબોધન કરતાં પ્રમુખ રાકેશ ગાંધીએ જણાવ્યુ હતું કે, સભાસદોના સહકાર થી સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. તેમણે સંસ્થા ની આંકડાકીય માહિતી આપતા જણાવ્યુ હતું કે, સંસ્થા એ 31-3-2022 ના પૂરા થતાં વર્ષમાં 2.42 કરોડ રિઝર્વ ફંડ તથા અન્ય ફંડ ઊભું કરેલું છે.
ભરપાઈ થયેલી શેર મૂડી 53.75 લાખ છે. આ શેરમૂડી સહિત સંસ્થાનું કુલ ભંડોળ 2.96 કરોડ થયું છે જે સંસ્થાની સધ્ધરતા બતાવે છે. સંસ્થાનો ચોખ્ખો નફો 11.14 લાખ રૂપિયા છે. તેમણે વધુમાં કહ્યું કે મંડળીના સભાસદોને 8 ટકા મુજબ ડિવિડંડ તથા સભાસદ દીઠ 250 રૂપિયાની ભેટ કૂપન આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનુ જણાવ્યુ હતું. જેને સભાસદોએ બહાલી આપી હતી. ભેટ કૂપન સભાસદોને 1 જુલાઈથી સંસ્થાની ઓફિસથી ઇશ્યૂ કરવામાં આવનાર હોવાનું તેમણે ઉમેર્યું હતું.