આજે બાધકામ સમિતિની બેઠકમાં નવા ભવન માટે રૂા.૪૬ કરોડના અંદાજ મંજુર કરાયા હતા. નવા ભવનમાં રૂા. ૨૦ કરોડના ખર્ચે સિવિલ વર્ક, રૂા.૫.૫૮ કરોડના ખર્ચે ઈન્ટીરીયર, રૂ।.૨ કરોડની ઓડિયો સિસ્ટમ, રૂ।.૧,૪૮ કરોડની સ્ટેજ લાઈટ અને સ્ટેજ કર્ટેઇન હશે. નવી ખુરશીઓ, રૂફ રિપેરિંગ, સ્ટ્રકચર રિપેરિંગ, ઇન્ટિરિયર વર્ક, ફિનિશિંગ વર્કની સાથે લાઈટિંગ વ્યવસ્થા, સાઉન્ડ, ઓડિયો સિસ્ટમ અદ્યતન બનાવાશે.
આવતા અઠવાડિયે પદાધિકારીઓ તેમજ જાહેર બાંધકામ સમિતિના સભ્યો નવા ગાંધી સ્મૃતિ ભવનની ડિઝાઇન અંગેનું પ્રેઝન્ટેશન નિહાળી જરૂર જણાય તો ડિઝાઈનમાં ફેરફાર સૂચવશે. ગાંધીસ્મૃતિ ભવનની ડિઝાઇન માટે સલાહકાર સમિતિ બની છે. તેમાં ગુજરાતી રંગમંચના સંજય ગોરડિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, યઝદી કરંજિયા સહિતના કલાકારો ઉપરાંત સંગીતકારો, નિર્માતા, ડાયરેક્ટર વગેરે મળીને કુલ ૨૪ સભ્યો છે. સમિતિનો અભિપ્રાય લઇ ગાંધી સ્મૃતિની ડિઝાઇન તૈયાર કરાઇ છે.