ઉનાળાની કાળઝાળ ગરમી બાદ હવે ધીરે-ધીરે ચોમાસું નજીક આવી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના સેવાઇ રહી છે. મહત્વનું છે કે, ગઇ કાલે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સાથે હવમાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવનોના કારણે ઠંડક અનુભવાશે ત્યારે
સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું .હિંમતનગર શહેરમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ વાદળછાયું વાતાવરણને લઇ ગરમીનો પ્રમાણ ઘટ્યું હતું બ.ગરમીથી શહેરના લોકોને રાહત મળી હતી. પ્રિ-મોનસુન વરસાદે દસ્તક દેતાં ચોમાસુ બારણે હોય તેવો અનુભવ કરાવ્યો હતો. દિવસભર કાળઝાળ ગરમી અને અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં વારાહીમાં 26 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પતરાં ઉડવાની સાથે હળવો વરસાદ પડ્યો હતો.