એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર એક જાહેરાત કરી છે. જેના અનુસાર પ્રિયંકા ચોપરા ભારત પાછી રજાઓ માણવા કે કામ કરવા નથી આવી. પરંતુ એટલે પાછી આવી છે કારણ કે ભારતમાં કાંઈક મોટું થવા જઈ રહ્યું છે.આ વિશે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, હું મારા શહેર પાછી આવી ગઈ છું. અહીં હું રજાઓ માણવા કે કામ માટે નથી આવી. હું એટલા માટે આવી છું કારણ કે કાંઈક ખૂબ જ મોટું મારા શહેરમાં થવાનું છે. એવું કે જે આજ સુધી નથી થયું.
એવું કાંઈક જેને જોયા વગર તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. NBA ભારત આવી રહ્યું છે. આ મારા શહેર મુંબઈમાં થવાનું છે. NBA ઈન્ડિયા 2019 માટે તૈયાર થઈ જાઓ. મહત્વનું છે કે ભારતમાં પહેલી વાર NBA થવા જઈ રહ્યું છે. આ ખેલ મુખ્યત્વે અમેરિકામાં રમવામાં આવે છે. જેની બ્રાન્ડ એમ્બેસેડર પ્રિયંકા ચોપરાને બનાવવામાં આવી છે. જેની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. મહત્વનું છે કે પ્રિયંકા ચોપરાએ હાલમાં જ નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. અને તે ભારત અને અમેરિકા બંને જગ્યાએ લોકપ્રિય છે.પ્રિયંકા ચોપરા જલ્દી જ ફિલ્મ સ્કાઈ ઇઝ પિંકમાં નજર આવશે. આ ફિલ્મમાં તેમની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ મહત્વની ભૂમિકામાં છે.