ડભોઇ નગરપાલિકા ખાતે ગુજરાત સરકારની ગુજરાત શહેરી આજીવિકા મિશનના વિવિધ ઘટકો પૈકી કૌશલ્ય તાલીમ અને સ્થળ નિર્ધારણ દ્વારા રોજગારી (EST&P) ઘટક હેઠળ ડભોઇ નગરની બેરોજગાર યુવતીઓને કૌશલ્યવર્ધક તાલીમ છેલ્લા ૦૫ વર્ષ થી અલગ-અલગ પ્રકારના તાલિમ વર્ગોનુ સફળતા પુર્વક આયોજન કરવામા આવી રહ્યુ છે. જે પૈકી ગત વર્ષમા તાલીમ આપનાર સંસ્થા શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ સાથે ફેશન ડિઝાઇનિંગ, જનરલ ડયૂટી આસિસ્ટન્ટ તથા સોઇંગ મશીન ઓપરેટર જેવા તાલિમ વર્ગમા કુલ ૧૫૦ તાલિમાર્થીને તાલિમ આપવામાં આવેલ છે. જે લાભાર્થીઓને સફળતાપૂર્વક પરીક્ષા પાસ કર્યા બદલ NSDC માન્યતાનું પ્રમાણપત્ર મળવા પાત્ર હોઇ છે. જે પૈકી જનરલ ડયૂટી આસિસ્ટન્ટનો કોર્સ પુર્ણ કરનાર તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ આજે નગરપાલિકા ખાતે રાખવામાં આવેલ હતો.
આજના આ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ ઇ.ચા. ચીફ ઓફિસર અતુલ સિંહા સાહેબના નેજા હેઠળ યોજાયો, જેમા કાર્યક્રમનું સંચાલન મહેશભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં દર્ભાવતિ નગરી ડભોઇના પ્રથમ નાગરિક પ્રમુખ કાજલબેન કાલીભાઇ દુલાણી, ઉપપ્રમુખ એમ.એચ.પટેલ, કારોબારી ચેરમેન વિશાલ શાહ તથા વિરોધપક્ષના નેતા સુભાષભાઇ ભોજવાણી, કોર્પોરેટર કલ્પેશભાઇ તડવી તથા કર્મચારીગણ માથી મહેશભાઇ એચ. તડવી કાર્યક્રમમા ખાસ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓના ઉત્સવમાં વધારો કરી જરૂરી માર્ગદર્શન આપેલ છે.