ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓ કારકિર્દી ને લઈ અનેક અટકળો નો અમુભવ કરતા હોય છે તેવામાં રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ ના નવા અભિગમ હેઠળ નવી દિશા નવું ફલક હેઠળ આ વિદ્યાર્થીઓ ને શ્રમ, કૌશલ્ય,કૃષિ અને પશુપાલન સાહિત અનેક રોજગાર લક્ષી તાલીમ થી કઈ રીતે કારકિર્દી બનાવી શકાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી નીં કચેરી વડોદરા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના નેજા હેઠળ વડોદરા જિલ્લા કેળવણી મંડળ ના પ્રમુખ શશિકાન્તભાઈ પટેલ ના અધ્યક્ષતા મા જુનિયર સાયન્સ કોલેજ ખાતે કારકિર્દી માર્ગ દર્શન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે હાજર વિદ્યાર્થીઓ ને ડભોઇ સરકારી આઈ.ટી.આઈ. ના આચાર્ય નાયક ભાઈ કોમર્સ કોલેજ ના આચાર્ય ડો.કેયુર પારેખ સહિત અન્ય સંસ્થાઓ માં શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી, જુનિયર સાયન્સ કોલેજ ના આચાર્ય જે.ડી.શાહ, સહિત મહામુભાવો હાજર રહ્યા હતા તો ઓનલાઇમ રાજ્ય સરકાર ના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘણી અને મુખ્ય મંત્રી ભીપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ માર્ગદર્શન અપાયું હતું મોટી સંખ્યા મા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.