જિલ્લા વિકાસ અઘિકારીશ્રી, દાહોદ દ્વારા દુઘ વિતરણ માટે એસઓપી નકકી કરવામાં આવી છે. તદ્દનુસાર દાહોદ જિલ્લાની કુલ ૩૦૫૬ આંગણવાડી કેન્દ્રો આવેલા છે. દાહોદ જિલ્લામાં પંચમહાલ ડેરી ગોઘરા ઘ્વારા કુલ:- ૭૩ રૂટથી દુઘ પુરુ પાડવામાં આવે છે. દુઘના ૭૩ રૂટમાં કુલ:-૯૭પ સ્થળ(પોઈન્ટ) ૫ર દુઘ ઉતારવામાં આવે છે. હવેથી નિયમિત રોજ સવારે જે પોઈન્ટથી દુધ આવે છે તે પોઈન્ટ ઉપર કેટલા પાઉચ આવે છે તેના દૂધ ઉપાડ્યાના વર્કર સાથેના ફોટા જિલ્લા કક્ષાના વોટ્સ એપ ગ્રૂપ માં મોકલવાના રહેશે. દૂઘના ઉતારેલ જથ્થો ૮.૩૦ સુધીમાં તમામ આંગણવાડી કાર્યકર દ્વારા દુઘ મેળવી કેટલું દૂધ આવ્યું છે તે અંગેની પાવતી પોઈન્ટ ઉપર જે કાર્યકર બેન દૂધ ઉતારે છે તે આંગણવાડી કાર્યકરને રજુ કરવી આ સાથે પાવતીમાં મળેલ જથ્થો પાઉંચ ની સંખ્યા, તારીખ, બેચ નંબર,અને દૂધ લઇ જનાર કાર્યકર ની સહી સાથે જિલ્લા કક્ષાએ ૧૧.૦૦ વાગ્યા સુધીમાં આ તમામ પાવતીના ફોટા રજુ કરવાની રહેશે.તમામ આંગણવાડી કાર્યકરો એ દરરોજ સવારે ૮.૩૦ સુધીમાં દૂધ કેન્દ્ર કક્ષાએ લઇ જઈને ૯.૦૦ કલાકે તમામ આંગણવાડી કેન્દ્ર ઉપર લાભાર્થી ને દૂધ પીવડાવી ને ખાલી દુઘના પાઉંચ તારમાં પરોવીને આંગણવાડી કેન્દ્રનું નામ વર્કરનું નામ મોબાઇલ નંબર સાથે નો ફોટો વોટ્સ એપ ગ્રૂપમાં મોકલવાના રહેશે.
મુખ્ય સેવિકા બેન દ્વારા અઠવાડીયામાં સેજાની તમામ આંગણવાડી કેન્દ્રની ઓછામાં ઓછી એક વિઝીટ કરી વર્કર દ્વારા દૂધ પીવડાવેલ ખાલી પાઉંચ ની ગણતરી કરી અને દરરોજ એક કેન્દ્રનો ફોટો ગ્રૂપમા મુકવો આમ દરરોજ એક કેન્દ્ર ની વિઝીટ કરવાની રહેશે અને તેનો રીપોર્ટ પણ અત્રે કરવાનો રહેશે. ત્યારબાદ મુખ્ય સેવીકાબેનો એ દર અઠવાડિયે સેજાના જેટલા કેન્દ્રમાં દૂધ આવે છે તેટલા કેન્દ્રની ખાલી પાઉંચ ઘટક કક્ષાએ ગુરુવારની મીટીંગ દરમ્યાન ઘટક કક્ષાએ જમા કરવાના રહેશે. ઘટક કક્ષાએ આ ખાલી પાઉંચ માટે રજીસ્ટર નિભાવવાનું રહેશે. સીડીપીઓએ માસ પૂર્ણ થયેથી ૧ થી ૫ તારીખ માં પોતાના તાલુકા માં કેટલા પાઉંચ આવેલ છે. અને તેની સામે કેટલા પાઉચ ખાલી મળેલ છે તેનું પ્રમાણપત્ર તથા હિસાબ દૂધના બીલોના ચૂકવણા વખતે ઓસીપી આપવાનું રહેશે. આ બાબતની તાકીદ પ્રોગ્રામ ઓફિસરશ્રીએ આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા પાઉચ તથા મુખ્ય સેવિકાની વિઝીટ ની ચકાસણી અને સીડીપીઓશ્રીઓએ તાલુકા કક્ષાએ નિભાવેલ રજીસ્ટરની ચકાસણી કરવાની રહેશે. તાલુકા કક્ષાએ ભેગા થયેલા ખાલી પાઉચ દર માસના અંતે સીડીપીઓ ઘ્વારા વેચાણ કરી રકમ જમા કરાવવાની રહેશે