કેન્દ્રશાસિત દીવ માં ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક મળી હતી ભારતીય જનતા પાર્ટી આવનારી ચૂંટણીને લઈને ખૂબ સક્રિય બની છે અને થોડા મહિનાઓમાંજ કેન્દ્રશાસિત દીવ માં મ્યુનિસિપલ કાઉન્સિલર આવી રહી છે જેને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ મહેનત કાર્યકરો દ્વારા કરી રહ્યા છે પણ છેલ્લા કેટલાક ટંમથી અહીં કોંગ્રેસનું શાસન રહ્યું છે પણ ચાલુ નગરપાલિકા ભાજપે કોંગ્રેસના કાઉન્સિલર ને તોડી અને પોતાના પક્ષમાં લઈ અને સત્તા મેળવી છે
ત્યારે ચૂંટણી નજીક છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ સક્રિય છે દરેક જગ્યાએ મતદાતાઓને મળી અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો લોકોને જણાવે છે આ વખતે ની ચૂંટણી દીવમાં કંઈક અલગ જોવા મળશે કારણકે કે કોંગ્રેસમાં શાસન ચલાવતા હિતેશ ભાઈ સોલંકી પર આવક કરતાં વધુ સંપત્તિ નો કેસ ચાલી રહ્યો છે અને તેઓ આ વખતે ચૂંટણી લડશે કે નહીં તેવી હાલ દીવમા પંથકના ગ્રામ્ય પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે .