સુરત જિલ્લા પોલીસનાં ઘલુડી હેડ કવાટર્સ ખાતે આવેલ સેલ્ટર હોમમાંથી 4 બાંગ્લાદેશી મહિલાઓ ફરાર થઈ જતા, જિલ્લા પોલીસે મહિલાઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. શુક્રવારે રાજ્યનાંગૃહ મંત્રી હર્ષ સંઘવી કામરેજ તાલુકાની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે જ સુરત જિલ્લા પોલીસની પોલ ખુલી. પોલીસ હેડ ક્વોર્ટર્સમાંથી જ 4 બાંગ્લાદેશી મહિલાઓ ફરાર થઇ જતાં પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા હતા. કામરેજ પોલીસ દ્વારા વર્ષ 2021નાં ઓગષ્ટ મહિનામાં ખોલવડથી 4 વિદેશી બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લેવામાં આવી હતી. અને તેઓને સુરત જિલ્લા પોલીસનાં ઘલુડી ખાતે આવેલ પોલીસ હેડ ક્વોર્ટર્સનાં કંપાઉંડમાં બનાવવામાં આવેલા સેલ્ટર હોમમાં રાખવામાં આવી હતી.
જે ચારેય બપોરનાં સાડા બારથી એકના સમયગાળામાં કોઇને કહ્યા વગર ફરાર થઇ ગઇ હતી. જે બાબત પોલીસની જાણમાં આવતાં તેમને પકડવા માટે પોલીસ દોડતી થઇ ગઇ હતી. જે બાદ પોલીસને માહિતી મળી હતી કે, ચારમાંથી બે મહિલા અમદાવાદનાં દાણી લીમડા પો.સ્ટેનાં ચંડોળ વિસ્તારમાં છે જેથી તાત્કાલીક પોલીસ ટીમને રવાના કરી ચંડોળ વિસ્તારમાંથી બંને ઝડપી લેવામાં આવી હતી. જ્યારે અન્ય એક મહિલાં સુમૈયા બસમાં બેસી અમદાવાદ જવા નીકળેલ હોય તેને ભરૂચ પાસેથી ઝડપી લેવાઇ હતી. જ્યારે દિયા ઉફે લીઝા હજરત અલી વિશ્વાસ નામની યુવતી હજી ફરાર છે. ફરીથી ઝડપાયેલી મહિલાઓ હાસીમુલ્લા લીટુ મુલ્લા સુમૈયા ઉફે રૂપાલી અકબર હુસૈન શેખ લુબની બેગમ લાલન મુલ્લા