ભારતમાં ગઈ કાલ કરતા આજે કોરોના કેસોમાં થયો વધારો થયો છે. ભારતમાં કોરોનાએ છેલ્લા કેટલાક દિવસથી માથું ઉચક્યું હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે, દેશમાં 24 કલાકમાં 4528 કોરોના કેસો નોંધાયા છે. કોરોનાનો આ આંક ગઈ કાલે 4270 નોંધાયો હતો. સામાન્ય કેસો ગઈ કાલ કરતાંવધ્યા છે. સતત, અગાઉની સરખામણીએ કસો વધી રહ્યા છે. ખાસ કરીને મુંબઈમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. એક જ દિવસમાં ગઈ કાલે 889 કેસો નોંધાયા હતા. જેમાં બોલિવૂડમાં શાહરૂખ ખાન , કૈટરીના કૈફ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે અગાઉ કરણજોહરની પાર્ટીમાં ગયેલા 50 જેટલા કોરોના પોઝિટીવ આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે કેસમાં વધારો થઈ રહ્યો છે.
દેશમાં ખાસ કરીને મુંબઈ, દિલ્હી એ કોરોનાનું કેન્દ્ર એક સમયે હતા ત્યારે મુંબઈમાં માસ્ક પહેરવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. ત્યારે દેશમાં કોરોનાના કારણે 09 લોકોના મૃત્યુ પણ થયા છે. આજ સ્થિતિ રહી તો આગામી સમયમાં કેસો વધી શકે છે.દિવસમાં અત્યારે દેશમાં 4 લાખથી વધુ ટેસ્ટીંગ કોરોનાનું કરાઈ રહ્યું છે. કોરોના ટેસ્ટિંગ પણ સંક્રમણને રોકવા માટે કરવામાં આવી રહ્યું છે. રીકવરી રેટ પણ કોરોનાનો વધી રહ્યો છે. અત્યાર સુધી દેશમાં 194 કરોડથી વધુને વેક્સિનના ડોઝ લોકોને અપાઈ છે. એક્ટિવ કેસ દેશમાં અત્યારે 24,000 ને પાર પહોંચ્યા છે. અત્યાર સુધી 4.30 કરોડથી વધુ કોરોના