આંતર રાષ્ટ્રીય ધુમ્રપાન નિષેધ દિન નિમિતે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ અભિયાન ના ભાગ રૂપે દેશના 17 રાજ્યોના સેંકડો શહેરોમા વ્યસનમુક્તિ રેલી કાઢવામાં આવી હતી.અરવલ્લી જિલ્લાના મોડાસા માં પણ ભવ્ય રેલી નીકળી હતી. પૂજ્ય નિર્મલ ચરણ સ્વામીએ ઠાકોરજીનું પૂજન આરતી કરી હતી આ પ્રસંગે મામલતદાર અરુણ ગઢવી, અગ્રણી કનુભાઈ રાવજી ભાઈ પટેલ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કૌશલ પટેલ, ઇન્ડિયન મેડિકલ અસોસિએશન મોડાસા ના હોદ્દેદારો ડો. દિવ્યાંગ પટેલ, ડો. કૃપેશ પટેલ સંસ્થાના અન્ય સંતો વડીલ હરિભક્તો ડો. જીતુભાઇ પટેલ, ડો. હેમંત ભાઈ પટેલ વિગેરે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં વ્યસન મુક્તિ માટે વિવિદ પોસ્ટરો સૂત્રો ગીતો દ્વારા સમગ્ર શહેરમાં પ્રેરણા પુરી પાડી હતી. આ પૂર્વે 14 દિવસમાં સંસ્થાના બાળકો દ્વારા 12,500 થી વધુ વ્યક્તિઓ નો સંપર્ક કરી અને વ્યસન છોડવા ના નિયમ લેવડયા હતા.
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આંગણજ અમદાવાદ મુકામે 15 ડિસેમ્બર 2022 થી 13 જાન્યુઆરી 2023 દરમિયાન ધામધૂમ પૂર્વક 750 એકર જમીનમાં ઉજવાશે ,જેની તડામાર તૈયારીઓ વડીલ સંતોના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. આ ઉત્સવમાં લાખો દર્શનાર્થીઓ આવશે, જે માટે દેશ વિદેશના 28,000 જેટલા સ્વયં સેવકો 30 દિવસ થી 8 માસ સુધી નિસ્વાર્થ સેવા આપશે.BAPS SWAMINARAYAN સંસ્થા ના પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન ગુરુ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ના માર્ગદર્શન હેઠળ ભૂતકાળ મા પણ લાખો વ્યક્તિઓને વ્યસન મુક્ત થયા હતા અને આદર્શ નિર્વ્યસની જીવન જીવતા થયા હતા અને જીવનમાં દરેક ખુબ પ્રગતિ કરી રહ્યા છે અને હજારોને વ્યસન છોડવા પ્રેરણા આપી રહ્યા છે