દેશની સુરક્ષા કરવા માટે સૈનિકો દિવસ-રાત સરહદ પર ફરજ બજાવી રહ્યા છે. ત્યારે સૈનિકોને થોડી રાહત મળે એ હેતુથી શહેરના એક ટ્રસ્ટ દ્વારા પંજાબના ફિરોજપુર જિલ્લાના બોર્ડર વિસ્તારના સૈનિકો માટે કૂલર મોકલાવવામાં આવ્યા છે.ધોમ-ધખતા તાપ અને પુષ્કળ વરસાદ હોવા છતાં પણ સૈનિકો પોતાની ફરજ બજાવવામાંથી પીછેહઠ કરતા નથી.આ પરિસ્થિતિમાં પણ તેઓ દેશની સુરક્ષાનું સુકાન સંભાળે છે. ત્યારે ભારતની સરહદ પરના સૈનિકોના હિત માટે છેલ્લા 6 વર્ષથી કાર્યરત સંસ્થા દ્વારા કૂલર આપવામાં આવ્યા છે.
પંજાબના ફિરોજપુર જિલ્લાના મામદોટ બોર્ડર એરિયાના સૈનિકો માટે 22 એરકૂલર સંસ્થા દ્વારા અપાયા છે. ટેન્ટ, બંકર સહિતના સ્થળોએ તેનો ઉપયોગ થઈ શકે એ હેતુથી તેમને આ કૂલર અપાયા છે.આ અંગે વીરતા વેલફેર ટ્રસ્ટના પ્રતિનિધી એ કહ્યું કે, 43 ડિગ્રી તાપમાનમાં ખડે પગે ઊભા રહીને ફરજ બજાવતા બીએસએફના જવાનોને ઉપયોગી થઈ શકીએ તે માટેનો આ પ્રયાસ અમે કર્યો છે.દેશની સુરક્ષા કરવા માટે સૈનિકો દિવસ-રાત સરહદ પર ફરજ બજાવી રહ્યા છે. ત્યારે સૈનિકોને થોડી રાહત મળે એ હેતુથી શહેરના એક ટ્રસ્ટ દ્વારા પંજાબના ફિરોજપુર જિલ્લાના બોર્ડર વિસ્તારના સૈનિકો માટે કૂલર મોકલાવવામાં આવ્યા છે.