પ્રાંતિજ ના તાજપુર કુઈ પાસે રાત્ર-દિવસ રેતીભરેલ ઓવરલોડ ટ્રકો રોડ ના કામને લઈ ને માટી ભરેલ ટ્રકો રાત્ર-દિવસ અવરજવર થતા રોડ ની સાઇડ મા આવેલ ખેડૂતોના ખેતરો મા તૈયાર થયેલ શાકભાજી કે પાક ઉપર ધુળ ના થોર જામ્યા છે તો ધુળ ને લઈ ને પાક ને પણ નુકસાન થાય છે તો રસ્તાઓ ઉપર પણ ધુળ ના થર જામ્યા છે તો રાત્ર-દિવસ રેતી માટી ભરેલ ટ્રકો અવરજવર કરતા રોડ ની સાઇડ મા આવેલ મકાનો ઉપર પણ ધુળના ઢગ જામે છે જયારે રોડ ઉપર આવેલ હોટલો દુકાનો ઉપર પણ ધુળ ધુળ થતા વેપારીઓ હોટલ સંચાલકો પણ રાત્ર-દિવસ ધુળ ઉડતા ત્રાહિમામ પોકારી ઉઠયા છે જયારે રોજીદુ અવરજવર કરતા નાના વાહન ચાલકો પણ નીચે ધુળ ના થરો અને ધુળ ઉડતા હેરાન પરેશાન થાય છે.
તો આ અંગે લાગતા વળગતા વિભાગ મા સ્થાનિકો ગામજનો તથા વેપારીઓ દ્રારા રજુઆતો બાદ પણ કોઇ ઉકેલ ના આવતા આખરે વેપારીઓ સ્થાનિકો ખેડૂતો દ્રારા હંગામો કરી રસ્તો રોક્યો હતો ત્યારે આ અંગેની જાણ મામલતદાર કચેરી મા થતા નાયબ મામલતદાર દિગ્વિજયસિંહ સહિત ના અધિકારીઓ સ્થળ દોડી આવ્યા હતા તો પ્રાંતિજ પોલીસ ને જાણ થતા પ્રાંતિજ પોલીસ પણ સ્થળ ઉપર દોડી આવી હતી તો દોડીઆવેલ અધિકારીઓ દ્રારા સ્થાનિકો તથા ખેડેતો વેપારીઓ ને સમજાવતા આખરે મામલો થાળે પડ્યો હતો તો સિંચાઈ વિભાગ મા રસ્તો અને કેનાલ આવીહોય આવેલ અધિકારી દ્રારા તેવો ને જાણ કરી હતી અને તાત્કાલિક ઉકેલ લાવવામાટે કર્યુ હતુ ત્યારે વેપારીઓ ખેડૂતો સ્થાનિકોની માગ છે કે આ પ્રશ્ન કાયમી ધોરણે શોલ થાય નહી તો આવનાર દિવસો મા ગાંધીચિધ્યા માગે આદોલન ની ચિમકી પણ આપી હતી ત્યારે હાલતો દોડીઆવેલ અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો