છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તેમજ કેટલાક વિસ્તારોમાં મકાન અને ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે કપડવંજ તાલુકાના સેવા સદનમાં આવેલું અંદાજિત 100 વર્ષથી પણ જૂનું ઝાડ ધરાશાયી થયું છે. દુર્ધટનામાં સમયસર હટી જવાથી કોઇને જાનહાની પહોંચી નથી. પરંતુ એક કાર ઝાડ નીચે દબાઇ ગઇ છે. ઝાડ ધરાશાઇ થયાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં અચાનક ઝાડ ધરાશાઇ થતા આસપાસ ઉભા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. કપડવંજમાં મીનાબજાર વિસ્તારમાં આવેલું વરસો જૂનું ઘટાટોપ વડનું ઝાડ ધરાશાયી થતાં વીજપ્રવાહ ખોરવાઇ ગયો હતો. વાહનવ્યવહાર ઠપ થઇ જતાં પોલીસે બંદોબસ્ત ગોઠવી રસ્તો ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરી હતી. ઉપરાંત કપડવંજ તાલુકા પંચાયત કચેરી ખાતે એક ઝાડ કાર ઉપર ધસી પડતાં ગાડીને નુકસાન થયું હતુ. નેશનલ પ્લાઝાના પાછળના વિસ્તારમાં પણ એક વૃક્ષ ધરાશાયી થયું હતુ. ત્યાર બાદ કપડવંજ બસ વર્કશોપમાં ઉભેલું બસ પર વૃક્ષ પડવાની ઘટના સામે આવી છે. બસ પર વૃક્ષ પડતા બસના આગળના ભાગમાં નુકશાન પહોંચ્યું છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -