પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં કન્વેન્શન હોલ ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત જિલ્લા કક્ષાનું ‘ ગરીબ કલ્યાણ સંમેલન’ યોજાયું હતું.જેમાં હજારોની સંખ્યામાં સરકાર ની યોજનાના લાભાર્થીઓ જોડાયા હતા. કેન્દ્ર સરકારશ્રી ની 13 યોજનાઓનાં લાભાર્થીઓ સાથે હાજર મહાનુભાવોએ સીધો સંવાદ કર્યો હતો.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શિમલાથી લાભાર્થીઓની સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો.સરકારની વિવિધ યોજનાઓથી તેઓને શું લાભ થયો છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.જિલ્લા કક્ષાએ યોજાયેલ આ સંમેલનમાં પાટણના સાંસદસભ્ય ભરતસિંહ ડાભી, ચાણસ્માના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર,જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોર,પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી. પટેલ,જયશ્રીબેન દેસાઈ,જિલ્લા કલેકટર નિવાસી અધિક કલેકટર,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિતના અધિકારીશ્રીઓ, વિવિધ યોજનાના લાભાર્થીઓ તથા જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.