ચાલુ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું નિયમિત સમય શરૂ થવા અંગે અને પર્યાપ્ત વરસાદ આપનાર બની રહેનાર હોવા અંગેહવામાન વિભાગ અને જ્યોતિષ બંને દ્વારા સારા સંકેત મળી રહ્યા છે. વર્ષનો રાજા શનિ વક્રી માર્ગી થવા સહિત મંત્રી ગુરૂનોશુભ યોગ નિયમિત અંતરાલ વરસાદ સતત વરસતો રહેવાના યોગ બની રહ્યા છે જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પણ સારોવરસાદ આપશે. ગત વર્ષે મે – માસમાં વહેલી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી, અરબી સમુદ્રમાં ચક્રવાત સહિતની વિષમ પરિસ્થિતિઓસર્જાયા બાદ નિયમિત ચોમાસા પર વિપરીત અસર થઈ હતી અને અનિયમિત વરસાદને પગલે કુદરતી જળસ્રોતોમાં નવાપાણીનો જોઈએ તેટલો સંચાર થયો ન હતો ચાલુ વર્ષે ગરમી પણ વધુ પડી છે
તથા અરબી સમુદ્રમાં એપ્રિલ-મે માસ દરમિયાનકોઇ ચક્રાવાત સર્જાયો નથી જેને પગલે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મક્કમ ગતિએ આગળ વધી કેરલમાં દસ્તક દઈ ચુક્યું છે હવામાનસૂત્રોના જણાવ્યાનુસાર સાબરકાંઠા જિલ્લામાં જૂન માસના બીજા સપ્તાહ અંતે નિયમિત ચોમાસુ શરૂ થઈ જશે અને ચાલુ વર્ષેવરસાદની ઘટ પણ નહીં રહે. ચિતરિયાના જ્યોતિષી દેવશંકર ભટ્ટે જણાવ્યું કે જેઠ માસના પ્રથમ સપ્તાહમાં કેટલાક સ્થળેવરસાદના યોગ છે વર્ષનો રાજા શનિ વક્રી માર્ગી અને મંત્રી ગુરુનો શુભ યોગ નિયમિત અંતરાલે વરસાદ આપશે બંગાળનાઉપસાગરમાં ચક્રવાત, વાવાઝોડાની સંભાવના છે. દેશના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં ચોમાસું તોફાની બની શકે છે. 3 થી 5જૂન દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળશે શનિનું વક્રી-માર્ગી ભ્રમણ કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિનું કારણ બની શકે છે.ચાલુ વર્ષે ઉ.ગુ. મ.ગુ. સહિત સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદના યોગ બની રહ્યા છે અને ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં મૂશળધાર વરસાદ વરસી શકે છે