વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સુન કામગીરી ને લઇને શહેરમાં આવેલા રાવપુરા વિસ્તારમાં ગટર સફાઈ કરવામાં આવી રહીછે ત્યારે સફાઈ કરતા કર્મચારીઓને સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. વડોદરા શહેર વિસ્તારમાં ચોમાસાની ઋતુમાંભારે વરસાદ અને અતિવૃષ્ટી તેમજ પુર દરમિયાન પાણી ભરાવવાની સમસ્યા ઉપસ્થિત થાય છે અને તેના કારણે બીજીઅનુષંગિક સમસ્યાઓ ઉપસ્થિત થવાની સંભાવના રહે છે. વરસાદી પાણીનો સમયસર નિકાલ નહી થવાના કારણે તેમજનિચાણવાળા વિસ્તારોમાં પાણી એકત્રીત થવાથી જાહેર આરોગ્ય તથા લોકોની સુખાકારી પર વિપરીત અસર થવાની સંભાવનારહે છે.
આ પરિસ્થિતીમાં જનજીવન રાબેતા મુજબ જળવાઇ રહે, વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય, કચરો તથા ગંદકીસત્વરે દુર કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય તથા જાહેર આરોગ્યની જાળવણી થઇ શકે.આ માટે આગામી ચોમાસાની ઋતુ પહેલા પૂર્વ તૈયારીના પગલાં રૂપે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે વડોદરાકોર્પોરેશનના વિવિધ વિભાગોએ ચોમાસા પૂર્વેની તૈયારી અંગેની કરવાપાત્ર થતી કામગીરીની સુચના આપી હતી. અગાઉ પણસેફટી ને લઈ કર્મચારીઓ નું મોત થયા હતા અને ફરી દુર્ઘના બને તો જવાબદાર કોણ ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર એ કોર્નટ્રાક્ટર ને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરી હતી.