રાજકોટ જિલ્લાના ધોરાજી શનિદેવ પંચેશ્ર્વર મહાદેવ મંદિરમાં સોમવતી અમાસ, શનિ જન્મ મહોત્સવ સાથે પૂજા સાથેપિતૃઓ માટે દાન-પુણ્યનું મહત્ત્વ જોવા મળ્યું છે. રાજકોટ જીલ્લાના ધોરાજીમા શ્રી શક્તિ ગ્રુપ તેમજ વેપારી મિત્રો દ્રારા શનિજન્મ મહોત્સવ ઉજવણી કરવામાં આવી સાથે સાથે સોમવતી અમાસ પણ છે. આથી આજના દિવસે શનિગ્રહની ઉપાસના,પિતૃદેવની ઉપાસના તથા મહાદેવજીની પૂજા-ઉપાસના કરવી ઉત્તમ ગણાય છે. હિંદુ ધર્મમાં અમાસ વ્રતનું એક અલગ જ મહત્ત્વછે. શાસ્ત્રોમાં દરેક અમાસ પર વ્રત રાખવાની પરંપરા છે,
પરંતુ જ્યારે સોમવતી અમાસ હોય ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે.અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે.ધોરાજી મા કુબેર પુરીમઠ મા આવેલ શનીદેવમંદિરમાં શનિ જન્મ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી સાથે સવારથી શની ભક્તો પુજા અર્ચના કરવા ઉમટી પડયાહતાં અને સાથે મહાપ્રસાદનુ પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બે વર્ષના કોરોનાકાળ બાદ સરકાર શ્રીની ગાઈડ.લાઈન મુજબ આ કાર્યક્રમ યોજાયોવામા આવ્યો હતો તેમજ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાવી ભક્તોએ લાભ લીધો હતો