સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે રિડ્સ ગ્રુપ દ્વારા રોહિત સમાજના શિક્ષકોનો શિક્ષણ પરિસંવાદ યોજાયો. સાબરકાંઠાજિલ્લાના ઇડર ખાતે કાર્યરત રિડ્સ ગ્રુપ દ્વારા ગરીબ અને જરૂરિતયાતમંદ પરિવારના વિધાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મકપરીક્ષાઓ માટે નિઃશુલ્ક ટ્યુશન કલાસ ચલાવવામા આવે છે આ શિક્ષણ જ્યોત રીડ્સ ગ્રુપ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથીગુજરાતના વિવિધ ફેકલ્ટીના નિષ્ણાંતોને બોલાવી સ્પેશિયલ બેચ દ્વારા ગરીબ અને જરૂરિતયાતમંદ વિધાર્થીઓને નિઃશુલ્કકોચિંગ આપવામા આવી રહ્યુ છે સાથે બજાર કરતા રાહતદરે સારી ક્વોલિટીના ચોપડાનુ દરવર્ષે વિતરણ કરવામા આવી રહ્યુ છે
અને શિક્ષણ જ્યોત અવિરત આગળ વધતી રહે એ માટે ભાંભી સમાજવાડી ખાતે રોહિત સમાજના તમામ કેડરના શિક્ષકોનોશિક્ષણ પરિસંવાદ યોજાયો આ પરિસંવાદનો મુખ્ય વિષય પાયાના શિક્ષણની જરૂરિયાત અને અવરોધો હતો જેમા હાજરશિક્ષકોએ લેખિત અને મૌખિક પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા તેમજ બાળકોના શિક્ષણ માટે શું કરી શકાય અને તેમા કેવા કેવાઅવરોધો નડતરરૂપ છે તેની વિશદ ચર્ચા કરવામા આવી અને શિક્ષણ માટે વાસ્તવિક ઉપાયોના અમલીકરણનો સંકલ્પ કરવામાઆવ્યો ઇડર ખાતે યોજાયેલ આ પરિસંવાદમા જિલ્લાભરમાથી રોહિત સમાજના શિક્ષક ભાઈબહેનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા