વડોદરાના શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે આજરોજ ડૉ. કિરણભાઈ પટેલ સહિત ગંધારા સુગર કસ્ટોડિયન બોર્ડદ્વારા ખેડૂત સભાસદો સાથે એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખેડૂત સભાસદો ને નવી સુધારેલી શેરડી ની જાતોનું વાવેતર કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ વર્ષ થી બંધ પડેલી વડોદરા ગંધારા સુગર ને પુનઃ ધમધમતી કરવામાટે કસ્ટોડિયન બોર્ડ દ્વારા તાબડતોબ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ત્યારે શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતેઆજરોજ વડોદરા ગંધારા સુગર ના કસ્ટોડિયન બોર્ડ દ્વારા ખેડૂત સભાસદો સાથે એક બેઠક નું આયોજન કરવામાં આવ્યુંહતું.જેમાં ખેડૂતોને નવી સુધારેલી શેરડી ની જાતો નું વાવેતર કરવા તેમજ વધુ માં વધુ શેરડી નું વાવેતર કરવા ખેડૂત સભાસદોનેઅનુરોધ કરાયો હતો.આ પ્રસંગે ડૉ.કિરણભાઈ પટેલ,ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ સચિનભાઈ પટેલ,ચેરમન જીતુભાઇ પટેલ મોટા ફોફળિયા ,સ્થાપક ચેરમેન જગદીશભાઈ પટેલ ,બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા..