રાજકોટમાં PGVCLના જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં 20 પેપરના સીલ ખુલ્લા નીકળતા લીક થયાનો ઉમેદવારોનો આક્ષેપરાજકોટ PGVCLની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં પેપર લીક થયાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે. રાજકોટની કનૈયાલાલઅમૃતલાલ પાંધી અંગ્રેજી માધ્યમ લો કોલેજમાં પેપર લીક થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં 20 બ્લોકમાં પરીક્ષા લેવામાંઆવી રહી હતી. જેમાંથી 2 બ્લોકના 20 ઉમેદવારોના પેપરની અંદર સીલ ખુલ્લા જોવા મળ્યા હતા. આથી ઉમેદવારોએહોબાળો મચાવ્યો હતો અને ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર જાણ કરી હતી.
બાદમાં પરીક્ષા કેન્દ્રના ઇન્ચાર્જ દ્વારા PGVCLનાસુપરવાઇઝર સામે રોજકામ કરી ઉમેદવારોની સહી લઇ GTUને જાણ કરી હતી. આ અંગેની જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસઅને ક્રાઈમ બ્રાન્ચ તપાસ માટે પરીક્ષા કેન્દ્ર પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી છે. આજે રાજકોટમાં PGVCLનીક્લાર્કની પરીક્ષા આપવા કચ્છ, અમરેલી સહિતના વિસ્તારોમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા. રાજકોટ PGVCLનાજુનિયર આસિસ્ટન્ટની 57 જગ્યા માટે ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા. પરીક્ષા આપવા આવેલી ઋજુદા લહેરૂએજણાવ્યું હતું કે, પેપરનું બહારનું સીલ બરાબર હતું, પણ પેપરનું ઇન્ડીવિઝ્યુઅલ સીલ હોય તેમાં અમારા બ્લોકમાં 3 ઉમેદવારનાપેપરના સીલ તૂટેલા હતા. જ્યારે નીચેના બ્લોકમાં 20 ઉમેદવારના પેપરના સીલ તૂટેલા હતા. આથી પરીક્ષા કેન્દ્રમાં ફરિયાદ કરી તો તેઓએ ઉપર જાણ કરી હતી.