સુરતના વરાછા વિસ્તારમાં વિજ્ઞાન કોલેજ શરૂ કરવાની માંગ સાથે NSUI એ વિરોધ પ્રદર્શન કર્યું.શિક્ષણમંત્રીનો ઘેરાવો કરવાનીચિમકી આપી હતી.સરકારી વિજ્ઞાન કોલેજો ખોલવા માટે એનએસયુઆઇએ વરાછામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં,એનએસયુઆઇએ ચીમકી આપી છે કે આ વર્ષે સરકારી વિજ્ઞાન કોલેજ નહીં ખુલશે તો શિક્ષણમંત્રીનો ઘેરાવો કરાશે. ઉચ્ચશિક્ષણ કમિશનરની કચેરીના પરિપત્ર અનુસાર વર્ષ 2020-21માં કોલેજ શરૂ કરવાની મંજૂરી અપાય હતી. પરંતુ કોરોનાને લઈમોકૂફ કરાય હતી. વર્ષ 2022-23ના બજેટમાં કોલેજ શરૂ કરવાની જોગવાઇ કરવા શિક્ષણ વિભાગને દરખાસ્ત કરાઈ હતી.
વરાછામાં નવી સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજ શરૂ કરવા મુદ્દે પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયા દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી,શિક્ષણ વિભાગને નવેમ્બર-2021માં રજૂઆતો કરાઈ હતી. આ નવી કોલેજમાં આચાર્ય સહિત 17 કર્મચારીઓનો સ્ટાફનુંમહેકમ પણ મંજૂર કરાયુ છે. સરકારી કોલેજ બિલ્ડિંગ નહીં બને ત્યાં સુધી હંગામી ધોરણે એસએમસીની ખાલી શાળામાં કોલેજ શરૂ કરાશે. એવામાં જ વર્ષ 2022-23થી વિદ્યાર્થીઓએ પ્રવેશ આપવા મામલે કોઇ કાર્યવાહી નહીં દેખાતા એનએસયુઆઇએ વરાછામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.