હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા કોરોના તેમજ એલ.આર.ડીની પરીક્ષાના કારણે યુનિવર્સિટીની ઓક્ટોબર-ડિસેમ્બરની પરીક્ષા નઆપી શકનાર છાત્રોને પરીક્ષા માટેબીજી તક આપવા માટે જાહેરાત કરવામાં આવી હતી. જે અન્વયે યુનિવર્સિટી દ્વારા બાકીરહેલા છાત્રોની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 31મી મેથી શરૂઆતના તબક્કામાં સ્નાતક- અનુસ્નાતકસેમ 3ની પરિક્ષાઓ શરૂ થનાર છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર-ડિસેમ્બર 2021 પરીક્ષામાં સ્નાતકસેમ 3 અને 5 તેમજ અનુસ્નાતક 3ની પરીક્ષામાં કોરોનાના કારણે તેમજ LRD પરીક્ષાના કારણે પરીક્ષા ન આપી શકનારાછાત્રોના હિતમાં પરીક્ષા માટે બીજી તક આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે પરીક્ષાઓ લેવાની બાકી હોય લેવાનુંઆયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં MSC, M.COM, LLB, MRS સ્નાતક – અનુસ્નાતક સેમ-3 ની આગામી 31 મે થી આ પરિક્ષાઓ શરૂ થશે. આ પરીક્ષા ઓફ્લાઇન પેપર પેન પદ્ધતિથી લેવામાં આવશે.