સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે દરેક રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ આરંભ કરીદેવામાં આવ્યો છે ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યુંછે દિલ્હી અને પંજાબની ભવ્ય જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીને સમગ્ર ભારતમાં મજબુત સમર્થન મલી રહ્યું છે ત્યારેગુજરાતમાં દિલ્હી અને પંજાબની જેમ સરકાર બનાવા માટે ગામડે ગામડે શહેર શહેરમાં પહોંચવા માટે દરેક મતદાતાઓ સુધીઆમ આદમી પાર્ટીની વિચારધારા પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા પરીવર્તન યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો છે જેપરીવર્તન યાત્રા કાંકરેજ દિયોદર વાવ થરાદ ધાનેરા,ડીસા ,દાંતીવાડા,પાલનપુર વિધાનસભા વિસ્તારમાં ફરી જેમાં મોટીસંખ્યામાંલોકો આમ આદમી પાર્ટીની વિચારધારા થી જોડાયાં હતાં જ્યારે આજે પરીવર્તન યાત્રા વડગામ વિધાનસભા છાપીમાં પહોંચતાઆમ આદમી પાર્ટીના જિલ્લા તાલુકા હોદેદારો દ્વારા પરીવર્તન યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પરીવર્તન યાત્રાશહેરમાં રાજમાર્ગો ફરતાં પરીવર્તન યાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
આમ આદમી પાર્ટીની પરીવર્તન યાત્રામાંગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી ,પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી .જિલ્લા તાલુકા સહિત આમ આદમીપાર્ટીના હોદેદારો પરીવર્તન યાત્રામાં જોડાયાં હતાં વિશાળ સંખ્યામાં વાહનોના કાફલા સાથે પરીવર્તન યાત્રા છાપી,માહી.મેતા, બસુ,ચાંગા માં વિવિધ પોસ્ટરો બેનરો સાથે રાજમાર્ગો પર ફરી હતી પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી દ્વારા ભાજપઅને કોંગ્રેસને આડા હાથે લેતાં કરાયાં આકરાં પ્રહારો કર્યા હતા ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં શિક્ષણ ખાડેગયું છે ખેડુતો પાણી માટે મુશ્કેલી ભોગવી રહ્યા છે બેરોજગાર રોજગારી માટે ભટકી રહ્યા છે આરોગ્ય સેવાઓ લોકો સુધીપહોંચાડવા સરકાર નિષ્ફળ સાબિત થઈ છે ભારતનું ભવિષ્ય નાના બાળકોનું શિક્ષણના અભાવે બગડી રહ્યું છે ત્યારે કેન્દ્રસરકાર અને રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાઈવેટીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકોને સુખાકારી સુરક્ષિત સુવિધાઓ ઉપલબ્ધકરાવા માટે દિલ્હી અને પંજાબની જનતાને પરીવર્તન લાવ્યું તે રીતે ગુજરાતમાં પણ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને દુર કરી પરીવર્તન લાવી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવા જાહેર જનતાને કરાઈ અપીલ…