ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ અંતર્ગત અમૃત ભારત ગુજરાત ગણિત મહોત્સવ, ૨૦૨૨ અંતર્ગત ગુજરાતના તમામજિલ્લાઓમાં ૭૫ કાર્યક્રમો જેવા કે, ગણિત વિષય સંબંધિત વર્કશોપ, સેમિનાર, ક્વિઝ, ગણિત મેળા, વકતૃત્વ અને નિબંધપ્રતિયોગિતા વગેરે જેવા કરવાના છે. જે અન્વયે પાટણ જિલ્લાના ગણિત શિક્ષકોમાં પી. પી. જી. એકસ્પરીમેન્ટલ હાઇસ્કૂલનાઇન્ચાર્જ પ્રિન્સીપાલ ધનરાજભાઈ ઠક્કર અને સિદ્ધપુરની શ્રી અભિનવ હાઇસ્કૂલના ગણિત શિક્ષક રૂપેશભાઈ ભાટિયાએ ઊંઝા તાલુકાના કરલી ગામમાં કરલી સરકારી પ્રા. શાળા અને માધ્યમિક, ઉચ્ચત્તર માધયમિક શાળાના બાળકોનો વૈદિક ગણિત વર્કશોપ યોજયો હતો.
જેમાં મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કરલી ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાના ગણિત શિક્ષકો, ગામના ગણિત રસિકો અને શાળાના વિદ્યાર્થીઓને વૈદિક ગણિતની વિવિધ પદ્ધતિઓ દ્વારા વિવિધ ગાણિતિક ક્રિયાઓ શીખવીહતી. આ કાર્યક્રમમાં કરલી ગામની પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ અશોકભાઈ પરમાર અને હાઇસ્કુલના પ્રિન્સીપાલ કલ્પેશભાઈ પટેલ અને ટ્રસ્ટના યુવાન અને ઉત્સાહી પ્રમુખ ઉર્વિશભાઈ પટેલ, અન્ય ટ્રસ્ટીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા